માં એક એવો શબ્દ છે કે બોલતા જ અનેરો આનંદ થાય છે.
દુનિયાના તમામ લેખકોને એક સાથે સૃષ્ટીની કલમ કરીએ. અને આકાશનો પેપર બનાવીએ તો પણ માતાના ગુણ લખી ન શકીએ. આ માતાને વંદન છે.
સમય સંજોગ ને ધ્યાનમાં રાખી ઘણા બધા અનુભવો મેળવીને એક વાત ઉપર ચોકસાઈ કરી અને અંતે નિર્ણય કર્યો કે આ જગતમાં પૂજનીય ઘણા બધા છે પરંતુ – સૌથી પહેલા પૂજય એક જ જીવ છે. અને તે છે. પોતાની જનેતા (માતા) કુદરતી સંપૂર્ણ મેળવી. માતૃવંદના ગીતો લખ્યા અને વધારે માં વધારે પ્રચાર થાય તેવો પ્રયત્ન કર્યો કે જેથી જગતમાં કોઈની પણ માતા દુખી ન રહે અને ભૂખી પણ ન રહે. આ એક હૃદયમાં થતી આંતરીક વાત છે.
સમય સંજોગ વિપરીત હોઈ શકે છે. પરંતુ માતા તેમની જીંદગી બાળકો માટે જ વીતાવે છે. અને જીવે છે. દુનિયાના કોઈપણ ખૂણે કોઈપણ ધર્મ માં કોઈ પણ કોમમાં માતા ફક્ત માતા જ છે. તેની જીવન પ્રક્રિયા માં નજીક જશો તો માતા માટે નો પ્રેમ હૃદયમાં વધી જશે. ભગવાને જીવન આપ્યું છે તે પણ માતા પિતાના સંયોગથી મળેલ છે. માટે તે દુઃખી હશે તો આપણે જીવનમાં ક્યારેય સુખી નથી થવાના, માટે જ કહ્યું છે, કે સંસ્કાર બજારમાં વેચાતા નથી મળતાં. એ તો આપમે સમાજને બતાવવાના હોય છે. ધન દોલત તો જીવનમાં મળી રહેશે. પરંતુ આપણને હુફ અને સુખ, પ્રેમ-વાત્સલ્ય-દયા કરૂણા અને સાથ આપવા વાળું કોઈ નહિ મળે, માટે જયારે આપણે તે અવસર મળે માતાપિતાના ચરણે માં વંદન અવશ્ય કરવા, અને જે આનંદ મળે છે. તે ધન દોલતથી પણ નથી મળતો.
ભગવાન ને પણ માતાના કુખેથી જન્મ લેવો પડયો છે, અને માટે જ તે પૂજનીય બન્યો છે. આ માતાની તસ્વીર છે. આપણે આપણી તકદીર એમના આશિર્વાદ થી બનાવવાની છે.
તો ચાલો સૌ સાથે મળી આ ભાવના ને વધારે ને વધારે અંતઃકરણ થી અપનાવી આપ સૌ જન સુધી પહોંચાડીયે.